અંબાજીમાં ભરાતો ભાદરવી મેળો નહીં યોજાય
Aastha Magazine
અંબાજીમાં ભરાતો ભાદરવી મેળો નહીં યોજાય
ધાર્મિક-ધર્મયાત્રા

અંબાજીમાં ભરાતો ભાદરવી મેળો નહીં યોજાય

ભાદરવી પૂનમનો મેળો 13 થી 20 સપ્ટેમ્બર 2021 દરમિયાન આવે છે. જોકે, મેળો યોજાય એવી કોઈ શકયતા જણાતી નથી, અધૂરામાં પૂરું મેળા અંગે સરકાર દ્વારા પણ હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.મહામેળો યોજાશે કે નહિ ? આ બાબતે વિશ્વભરમાં વસતા સેંકડો શ્રદ્ધાળુઓમાં અસમંજસ્ય જોવા મળી રહ્યુ છે. જોકે મેળાને લઈ તંત્રે એક પણ બેઠક ન યોજતા એ સાબિત થઈ ગયું છેકે આ વર્ષે પણ મેળો નહીં જ યોજાય.મહામેળાને લઈ તંત્ર દ્વારા 6 મહિના અગાઉ તૈયારીઓમાં લાગી જતું હતુ. પરંતુ આ મેળાને માંડ 27 જેટલા દિવસ બાકી હોવા છતાં હજુ સુધી કોઈ હલચલ જોવા મળી નથી.આ જ સ્પષ્ટ સંકેત છે કે મેળો આ વખતે પણ યોજાઈ તેવી શક્યતા નથી.

સેંકડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતિક સમા યાત્રાધામ અંબાજીમાં ભરાતો ભાદરવી મેળો માઈ ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. વર્ષ 2020માં કોરોનાની મહામારીને લઇ ભાદરવી મહા કુંભને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. જયારે હવે મેળો શરૂ થવામાં 27 દિવસ બાકી રહી છે. ત્યારે અંબાજીમાં વિશ્વભરમાં વસતા માઇભક્તો માં અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવી શકશે કે કેમ ? તે બાબતે પણ ભારે અસમંજસ જોવા મળી રહી છે. બીજી તરફ ભાદરવી મેળાને લઇ વહીવટી તંત્ર દ્વારા પાંચ થી છ માસ અગાઉ જ મેળાની તૈયારીઓ શરૂ કરવામાં આવતી હતી. પરંતુ વર્તમાન સમયમાં વહીવટી તંત્રનો પણ કોઈ સળવળાટ જોવા મળતો નથી.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

નવરાત્રિનું પાંચમું નોરતું : સ્કંદમાતાની : દુર્ગાએ સ્કંદ માતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું

aasthamagazine

Speed News – 02/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

મથુરા-વૃંદાવનન 10 કિમી વિસ્તાર તીર્થ સ્થળ જાહેર

aasthamagazine

શિરડીમાં સાંઈ મંદિર પર આતંકવાદીઓના નિશાના પર

aasthamagazine

યોગી આદિત્યનાથ : જન્માષ્ટમી તહેવાર નિમિત્તે દર્શન કરવા માટે મથુરા

aasthamagazine

અંબાજીમાં યોજાનાર કાર્યક્રમો રદ કરાયા

aasthamagazine

Leave a Comment