Porbandar: Salute to the national flag at sea
Aastha Magazine
Porbandar: Salute to the national flag at sea
Other

પોરબંદર : દરિયામાં રાષ્ટ્રધ્વજને આપી સલામી

પોરબંદરમાં શ્રીરામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ મધદરિયે જઇ અનોખી રીતે ધ્વજવંદન કરીને આ પર્વની ઉજવણી કરી હતી. શ્રી રામ સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પર્વના દિવસે પોરબંદરના મધદરિયે જઇને ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે. પોરબંદરવાસીઓ પણ દર વર્ષની માફક આજે પણ આ અનોખી ઉજવણી જોવા માટે અને તિરંગાને સલામી આપવા માટે ચોપાટી ખાતે પહોંચી ગયા હતા.છેલ્લા 21 વર્ષથી શ્રી રામ સ્વિમિંગ ક્લબના યુવાનો,વૃદ્ધ ,બાળકો અને મહિલાઓ પ્રજાસત્તાક પર્વ અને સ્વતંત્રતા પર્વના દિવસે
સમુદ્રના તોફાની દરિયામાં મધ દરિયે જઈને રાષ્ટ્રનો ધ્વજ લહેરાવી રાષ્ટ્ર ગાન કરી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ મધ ધરિયે જઈને 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં મેઘમહેર

aasthamagazine

જામનગરના રાજવી પરિવારના હર્ષદકુંવરીબાનું અવસાન

aasthamagazine

21 ફેબ્રુઆરીથી હાઇકોર્ટ સહિત જિલ્લાની કોર્ટ પ્રત્યક્ષ શરૂ થશે

aasthamagazine

Speed News – 05/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

કોરોનાની ત્રીજી લહેરનાં પગલે આ વર્ષે પણ પતંગ બજારોમાં મંદીનો માહોલ

aasthamagazine

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા

aasthamagazine

Leave a Comment