



જૂનાગઢમાં બિલખા રોડ રોડ પર પરેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધ્વજ વંદન કરી રાજ્યને સંબોધન કર્યુ હતું. સીએમ રૂપાણીએ ”લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટ’નું સૂત્ર આપી રાજ્યમાં 5 લાખ નવા ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી હતી.સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે વિજય રૂપાણી જૂનાગઢ ખાતે બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ધ્વજ વંદન કર્યુ હતું. ધ્વજ વંદન દરમિયાન આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરાઈ હતી. રાજ્યના પોલીસ મહાનિર્દેશક, મુખ્ય સચિવ, મુખ્ય અધિક સચિવ સહિતના અધિકારીઓએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા.ધ્વજ બાદ રૂપાણીએ નાગરિકોને સંબોધતા ‘લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટ’ નું સૂત્ર આપી લોકોને દેશહિતમાં કામ કરવા કહ્યું હતુ. સ્વતંત્રતા દિવસના આ પ્રસંગે મુખ્યમંત્રીએ 10 હજાર બોડી વોર્ન કેમેરા અને 15 ડ્રોન કેમેરાનો પોલીસ સિસ્ટમમાં સમાવેશ કર્યો હતો.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)