



ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર બરછી ફેંકનાર નીરજ ચોપડાને ભારે તાવ અને ગળામાં દુ:ખાવો થયા બાદ કોવિડ -19 માટે ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. નીરજ ચોપડા હાલમાં તાવ અને ગળામાં દુ:ખાવા બાદ આરામ કરી રહ્યો છે. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.ડોક્ટરોની સલાહ પર તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તાવને કારણે તેઓ હરિયાણા સરકારના સન્માન સમારોહમાં પણ હાજર રહી શક્યો ન હતો. નીરજના એક નજીકના સાથીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, નીરજ હવે સ્વસ્થ થઈ રહ્યો છે. હવે તેની તબિયત સારી થઇ રહી છે. તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે. તેનું સમયપત્રક ખૂબ વ્યસ્ત હતું જેના કારણે તે બીમાર પડ્યો હતો. નીરજ શનિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. તે તરત જ અહીં પહોંચી જશે. અન્ય ખેલાડીઓ હાલમાં અશોકા હોટલમાં છે.
ટોક્યો ઓલિમ્પિકમાં નીરજે બરછી ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે ટ્રેક અને ફિલ્ડ એથ્લેટિક્સમાં ભારતનો પ્રથમ ઓલિમ્પિક મેડલ જીત્યો.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)