



સ્વાતંત્ર્ય દિન પર્વ પુર્વે જમ્મુ સહિત યુપી, પંજાબમાં મોટા હુમલાને અંજામ આપવાના આતંકી હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવવામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. પોલીસે જૈશના ચાર આતંકીઓને પકડી પાડયા છે.જમ્મુના કિશ્તવાડમાં વિસ્ફોટકો સુરક્ષા દળોને મળ્યા હતા. આ વિસ્ફોટકો દ્વારા યુપી, પંજાબ અને જમ્મુમાં આતંકી હુમલાનું કાવતરું ઘડાયુ હતું. પણ સુરક્ષા દળોએ વિસ્ફોટકો જપ્ત કરી આ કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું. વિસ્ફોટકો બાઈકમાં લગાવવાનો પ્લાન હોવાનો ખુલાસો થયો છે. આ વિસ્ફોટકો ટ્રકથી પહોંચાડવાનો પ્લાન હતો. પણ આ વિસ્ફોટકોનો ઉપયોગ થાય તે પહેલા મળી આવ્યા હતા. સુરક્ષાદળોએ તેને ડિફયુઝ કર્યા હતા.પોલીસે જૈશના ચાર આતંકીઓને ઝડપી પાડયા હતા. વધુમાં જાણવા મળતી વિગત મુજબ આતંકીઓનું અયોધ્યામાં રામમંદિર પર હુમલા કરવાનું પણ કાવતરુ હતું. પરંતુ વિસ્ફોટકો પકડાઈ જવાને પગલે કાવતરુ નિષ્ફળ થયું છે, આ વિસ્ફોટકો ટ્રક દ્વારા યુપી, પંજાબ, જમ્મુમાં પહોંચાડવાનો પ્લાન હતો. અગાઉ અયોધ્યામાં રેકી પણ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)