A new grant of Rs 250 crore was sanctioned to the Municipal Corporation and Palikas
Aastha Magazine
A new grant of Rs 250 crore was sanctioned to the Municipal Corporation and Palikas
ગુજરાત

મહાપાલિકા અને પાલિકાઓને 250 કરોડની નવી ગ્રાન્ટ મંજુર કરવામાં આવી

રાજય સરકાર દ્વારા મહાપાલિકા અને પાલિકાઓને 250 કરોડની નવી ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે જેમાં રાજકોટ મહાપાલિકા માટે મુખ્યપ્રધાને રૂા. 18.75 કરોડ મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ માટે રૂપિયા 250 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવાની સિદ્ધાંતિક મંજૂરી આપી છે.મુખ્યમંત્રીએ 250 કરોડ રૂપિયાની આ વિશેષ જોગવાઈ માંથી 25 ટકા રકમ એટલે કે 62.50 કરોડ રાજ્યની નગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ માટે તથા 187.50 કરોડ મહાનગરપાલિકાઓ માટે ફાળવ્યા છે. તદઅનુસાર અમદાવાદ મહાનગરપાલિકાને 70.50 કરોડ, સુરતને 56.25 કરોડ, વડોદરાને 21 કરોડ, રાજકોટને 18.75 કરોડ, ભાવનગર અને જામનગર પ્રત્યેકને 7.50 કરોડ, જૂનાગઢને 3.75 કરોડ તથા ગાંધીનગરને 2.25 કરોડની સૂચિત ગ્રાન્ટ ફાળવવાની શહેરી વિકાસ વિભાગની દરખાસ્ત મંજૂર કરી છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 09/02/2022

aasthamagazine

Speed News – 01/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

મુસાફરી દરમિયાન મ્યુઝિકની મજા માણતા ત્રણ પોલીસકર્મી સસ્પેંડ

aasthamagazine

ગુજરાત : ઓફલાઈન શિક્ષણ બંધ નહી થાય

aasthamagazine

ગુજરાતમાં આગામી સમયમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ અંકુશમાં આવે તેવી શક્યતાઓ : . મુખ્યમંત્રી

aasthamagazine

રાજ્યમાં 4 ફેબ્રુઆરી સુધી 8 મનપા સહિત 27 શહેરોમાં રાત્રિ કરફયુ યથાવત્ત

aasthamagazine

Leave a Comment