Income-tax department: IT will reimburse interest-late fees charged from taxpayers at the time of filing returns due to software defects.
Aastha Magazine
Income-tax department: IT will reimburse interest-late fees charged from taxpayers at the time of filing returns due to software defects.
ટેકનોલોજી

આયકર વિભાગ : સોફ્ટવેરમાં ખામીને કારણે રિટર્ન ભરતા સમયે કરદાતાઓ પાસેથી લીધેલ વ્યાજ – લેટ ફી આઈટી પરત આપશે

સોફ્ટવેરમાં ખામીને કારણે ૨૦૨૦-૨૧નું રિટર્ન ભરતા સમયે કરદાતાઓ પાસેથી લીધેલ વ્યાજ અને લેટ ફીને પરત આપશે. મહામારી દરમિયાન કરતાઓને અનુપાલન સંબંધી રાહત આપવાના ઈરાદે ગત વિત્ત વર્ષના આયકર રિટર્ન ભરવાની અંતિમ તિથિને ૩૧ જુલાઈ, ૨૦૨૧થી વધારીને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ કરી દીધી હતી. જાે કે અમુક કરદાતાઓએ આ ફરિયાદ કરી હતી કે ૩૧ જુલાઈ ૨૦૨૧ બાદ ભરાયેલ આયકર રિટર્ન પર તેમની પાસેથી વ્યાજ અને લેટી ફી વસૂલ કરવામાં આવી હતી.આયકર વિભાગે ટ્‌વીટ કરીને લખ્યું કે આયકર અધિનિયમની ધારા ૨૩૪એ હેઠળ વ્યાજ અને ધારા ૨૩૪ એફ હેઠળ લેટ ફી ખોટી ગણતરી સાથે જાેડાયેલ ખામીને દૂર કરવા માટે આઈટીઆર સોફ્ટવેરને એક ઓગસ્ટ સુધી ઠીક કરી દેવામાં આવ્યું છે.આયકર વિભાગે લખ્યું કે, કરદાતાઓને સલાહ આપવામાં આવી છે કે આઈટીઆર સોફ્ટવેરના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરે કે ઓનલાઈન ફાઈલ કરે. જાે કોઈપણ પ્રકારે કોઈ પણ વ્યક્તિએ પહેલા જ આ રીતે ખોટા વ્યાજ કે લેટ ફી સાથે આઈટીઆર જમા કરાવી દીધું છે તો સીપીસી આઈટીઆર પર પ્રસંસ્કરણ કરતા સમયે તેની સાચી ગણતરી કરવામાં આવશે અને પેમેન્ટ કરાયેલ વધારાની રાશિ હશે તો તેને પરત આપવામાં આવશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 12/03/2022

aasthamagazine

રિલાયન્સ જિયો સર્વર ડાઉન: કોલીંગ-ઇન્ટરનેટ સેવા ઠપ્પ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

અગ્નિ પ્રાઈમ મિસાઈલનુ સફળ પરીક્ષણ

aasthamagazine

ભારતે કર્યું વધુ એક સુપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ

aasthamagazine

દુનિયાભરમાં WhatsApp, Facebook અને Instagram ડાઉન હતા

aasthamagazine

Leave a Comment