



અમદાવાદના શહેરીજનોને 40 નવી ઇલેક્ટ્રિક બસની ભેટ આપશે. જેથી મુસાફરીમાં શહેરીજનોને સરળતા રહે. જે 40 નવી બસોનું આવતીકાલે એટલે કે રવિવારે મેયર કિરીર પરમાર ઇન્દ્રપુરી વોર્ડમાં ફ્લેગ ઓફ કરશે. BRTS પાસે 275 બસ છે. જેમાં 40 નવી બસો ઉમેરાતા હવે કુલ 315 બસની સંખ્યા થશે. જેમાં પણ હાલમાં BRTSમાં 275માં 100 બસ ઇલેક્ટ્રિક બસ છે. જેમાં નવી 40 બસ ઉમેરાતા ઇલેક્ટ્રિક બસનો આંક 140 પર પહોંચશે.અને તેની સાથે BRTS માં કુલ 315 બસ થશે. તો હાલમાં 275 બસમાં 1.50 લાખ મુસાફરો મુસાફરી કરે છે. જે બસ વધતા ફ્રિકવનસી વધશે અને મુસાફરોને સુવિધા મળશે. જેમાં હવા અને અવાજનું પ્રદુષણ ફેલાશે નહિ. ઓટોમેટિક ટ્રાન્સમિશન અને સસ્પેનશન ધરાવતી બસ હશે. બસમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન અને સ્પ્રેશન સિસ્ટમ રખાઈ છે. તેમજ અગ્નિશામક સિલિન્ડર રખાયા છે. તેમજ જ્યાં સુધી દરવાજા બંધ નહિ થાય ત્યાં સુધી બસ ઉપડશે નહિ તેવી સિસ્ટમ બસમાં રખાઈ છે. જેથી મુસાફરોની વધુ સુરક્ષા થઈ શકે. ઇલેક્ટ્રિક બસ આવે એટલે બસના ચાર્જિંગની પણ વ્યવસ્થા હોવી જોઈએ. જેના પર amc એ ધ્યાન આપ્યું છે. વસ્ત્રાલથી દોડતી બસ માટે 24 ચાર્જિંગ સ્ટેશન પણ ઉભા કરાયા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)