



1 જુલાઈ 2022 થી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, વેચાણ, ઉપયોગ, આયાત પર પ્રતિબંધ : કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે મહત્વનો નિર્ણય લીધો છે. 1 જુલાઈ, 2022 થી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, આયાત, ઉપયોગ, સ્ટોક, વેચાણ પર પ્રતિબંધ રહેશે, જેમાં પ્લાસ્ટિક સ્ટીકવાળા ઇયરબડ, ફુગ્ગાઓ માટેની પ્લાસ્ટિક સ્ટીક, પ્લાસ્ટિક ફ્લેગ, કેન્ડી સ્ટીક, પ્લાસ્ટિક પ્લેટ – કપ – ગ્લાસ – ટ્રે, ડેકોરેશન માટે ઉપયોગી વસ્તુઓ, પીવિસી બેનર, વગેરે જે 100 માઇક્રોન થી નીચે હોય તેનો સમાવેશ થાય છે.30 સપ્ટેમ્બર, 2021 થી સામાન માટે ઉપયોગી પ્લાસ્ટિક કેરી બેગનો રી-યુઝ થાય તે માટે બેગની પ્લાસ્ટિકની જાડાઈ 50 થી 75 માઇક્રોન અને 31 ડિસેમ્બર, 2022 થી 120 માઇક્રોન કરવામાં આવશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)