12.5 per cent increase in domestic air travel
Aastha Magazine
12.5 per cent increase in domestic air travel
Other

ઘરેલુ હવાઈ મુસાફરીમાં 12.5 ટકાનો વધારો

હવાઈ મુસાફરી મોંઘી થવા જઈ રહી છે. ઘરેલુ હવાઈ મુસાફરી માટે લોકોએ વધારે ચાર્જ ચુકવવો પડશે.નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા હવાઈ મુસાફરીના ભાડામાં 12.5 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જે આજથી લાગુ થશે. એર ટિકિટની મિનિમમ અને મેક્સિમમ એમ બંને કિંમતોમાં આ વધારો લાગુ પડશે.
સરકારે દેશમાં તમામ એરલાઈન્સની ફ્લાઈટની સંખ્યામાં 7.5 ટકાનો વધારો કરવાની પણ મંજૂરી આપી છે. જ્યારે ફ્લાઈટમાં કુલ બેઠકોની સામે 65 ટકાની જગ્યાએ હવે 72.5 ટકા મુસાફરોને બેસાડવા માટે મંજૂરી આપવામાં આવી છે.કોરોનાના કારણે હવાઈ મુસાફરી કરનારાઓની સંખ્યા ઓછી થઈ હતી.હવે સરકારે ભાડુ વધારવાનો નિર્ણય કર્યો હોવાથી એરલાઈન કંપનીઓને રાહત મળશે 21 જુને પણ કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટની ટિકિટોના ભાડામાં 15 ટકા સુધીનો વધારો કર્યો હતો.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

કેન્દ્રમાંથી પરત આવેલા : રાજકુમાર ગૃહસચિવ

aasthamagazine

રામ મંદિર નિર્માણની લહેરમાં યોગી અયોધ્યાથી લડશે ચૂંટણી

aasthamagazine

જન્માષ્ટ્રમીની રજાઓમાં જુગાર સાથે ટાઈમપાસ મહેફિલો

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 09/03/2022

aasthamagazine

Speed News – 17/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Speed News – 31/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment