



ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, તેમના પુત્ર અને ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય અને ધારાસભ્ય રમેશ મેંદોલાને ભસ્મ આરતી પહેલા મહાકાલના દર્શન કરાવવા માટે મુખ્ય પુજારીઓને અટકાવી દેવામાં આવ્યા હતા. આ કારણે પુજારીઓએ ભારે હંગામો મચાવ્યો હતો. હંગામાના કારણે ભસ્મ આરતી આશરે અડધો કલાક મોડી ચાલુ થઈ હતી. કોઈ વ્યક્તિએ નેતાઓ અને પુજારીઓ વચ્ચેના વિવાદનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં શેર કરી દીધો હતો જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શુક્રવારે સવારે મહાકાલના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને તેમના આગમન સાથે જ મંદિર પ્રશાસને તમામ દરવાજા બંધ કરી દીધા હતા. આ દરમિયાન સીસીટીવી કેમેરા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. સવારે 4:00 વાગ્યે ભસ્મ આરતી કરવા માટે જ્યારે મુખ્ય પુજારી અને બીજા પુજારી ગેટ નંબર-4 પર પહોંચ્યા તો તેમને અંદર જતા રોકવામાં આવ્યા હતા. જોકે, થોડા સમય બાદ પુજારીઓને અંદર જવા દેવામાં આવ્યા હતા.સવારે 4:00 વાગ્યે ભસ્મ આરતી કરવા માટે જ્યારે મુખ્ય પુજારી અને બીજા પુજારી ગેટ નંબર-4 પર પહોંચ્યા તો તેમને અંદર જતા રોકવામાં આવ્યા
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)