



મેટ્રો રેલ માટે ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે આવતા હરિયાળા ગાંધીનગરના એક હજારથી વધુ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર અમદાવાદ રેલ પ્રોજેક્ટ માટે રૂટમાં આવતા એક હજારથી વધુ વૃક્ષો ને હટાવવા માટે ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે પરંતુ ભારત સરકાર દ્વારા વૃક્ષ હટાવવાની મંજૂરી માટેની રાહ જોવાઇ રહી છે.રાજ્યમાં ગ્રીન સીટીની ઓળખ સમાન પાટનગર ગાંધીનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે એક હજારથી વધુ વૃક્ષો હટાવવામાં આવશે. જોકે આ કામગીરી માટે ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા વૃક્ષો હટાવવાની મંજૂરી આપવામાં આવી છે તો બીજી તરફ કેન્દ્રના વન વિભાગની મંજૂરી પણ ટૂંક સમયમાં જ મળી જશે અને ત્યારબાદ મેટ્રો રેલ રૂટ ઉપર આવતા એક હજારથી વધુ વૃક્ષો હટાવવાની કામગીરી કરવામાં આવશે પ્રાથમિક તબક્કાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હવે ભારત સરકારની મંજૂરી પછી મોટા વૃક્ષોને હટાવવામાં આવશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)