



Home Ministry announces medals to 6 Gujarat policemen
દેશભરમાં વર્ષ 2021માં શ્રેષ્ઠ તપાસ કરનારા પોલીસ કર્મચારીઓને પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના 6 અધિકારીઓનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર વિજેતાઓને તારીખ 15 ઓગસ્ટે પ્રશંસાપત્રથી સન્માનિત કરવામાં આવશે. ગુજરાતના 6 પોલીસ કર્મચારીઓને ગૃહમંત્રાલય દ્વારા ‘તપાસની શ્રેષ્ઠ કામગીરી’ માટે પુરસ્કાર અપાશે.જેમાં ASP નિતેશ પાંડેય, DCP વિધી ચૌધરી, PI મહેન્દ્ર સાલુંકે, PI મંગુભાઈ તડવી, PI દર્શનસિંહ બારડ, PI એ.વાય. બલોચનો સમાવેશ થાય છે. અહીં નોંધનીય છે કે દેશના 152 પોલીસ અધિકારીઓને 2021ની ‘તપાસની શ્રેષ્ઠ કામગીરી’ માટે સન્માનિત કરવા માટે પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયએ એક નિવેદનમાં જણાવ્યું કે, પુરસ્કાર મેળવનાર દેશોમાં 28 મહિલા પોલીસ અધિકારી પણ સામેલ છે.ગુજરાત પોલીસના બે IPS અધિકારીઓ સહિત કુલ 6 પોલીસ અધિકારીઓને શ્રેષ્ઠ તપાસ માટે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પોલીસ તપાસ શ્રેષ્ઠતા ચંદ્રક એનાયત કરવામાં આવશે. ગુરુવારે કેન્દ્ર ગૃહમંત્રાલયે દેશભરમાં વર્ષ 2021માં શ્રેષ્ઠ તપાસ કરનાર પોલીસ કર્મચારીઓને આ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના 6 અધિકારીઓનો સમાવેશ થાય છે.ગુજરાતના જે અધિકારીઓને પોલીસ તપાસ શ્રેષ્ઠતા ચંદ્રક જાહેર કરવામાં આવ્યા છે તેમાં જામનગર જિલ્લામાં તૈનાત ASP નિતેશ પાંડે, સુરત શહેરમાં તૈનાત DCP વિધિ ચૌધરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરતમાં તૈનાત પોલીસ ઈન્સ્પેક્ટર મંગુભાઈ તડવી, સુરત શહેર PI મહેન્દ્ર સાલુંકે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ PI દર્શનસિંહ બારડ અને PI એ. વાય. બલોચનો સમાવેશ થાય છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)