Announcement of scrap policy for 15 year old vehicles
Aastha Magazine
#Announcement of scrap policy for 15 year old vehicles
રાષ્ટ્રીય

15 વર્ષ જૂનાં વાહનો માટે સ્ક્રેપ પોલિસીની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી છે. નવી દિલ્હી ખાતેથી વીડિયો-કોન્ફરન્સિંગથી જોડાયા બાદ PM મોદીએ સ્ક્રેપ પોલિસીમાં મહત્ત્વની જાહેરાત કરી હતી કે જે વ્યક્તિ પોતાના જૂના વાહનને સ્ક્રેપમાં આપશે તેને સ્ક્રેપ પર એક સર્ટિફિકેટ મળશે અને આ સર્ટિફિકેટ રજૂ કરવા પર નવા વાહનની ખરીદી પર રજિસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે, નવા વાહનની ખરીદી પર લાગુ થતા રોડ ટેક્સમાં પણ ડિસ્કાઉન્ટ મળશે. આ પ્રસંગે CM વિજય રૂપાણી ઉપરાંત કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરી ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.નવા ભારતની મોબિલિટીને, ઑટો સેક્ટરને નવી ઓળખ આપશે. દેશમાં વધી રહેલા વાહનોના આધુનિકીકરણ અને જે વાહનો ફિટ નથી તેને વૈજ્ઞાનિકઢબે રસ્તા પરથી હટાવવા માટે આ પોલિસી મોટી ભૂમિકા ભજવશે. જે ગતિશીલતામાં આવેલી આધુનિકતા, ટ્રાવેલ અને ટ્રાન્સપોર્ટેશનનો બોજો હળવો કરે છે, સાથે-સાથે આર્થિક વિકાસ માટે પણ મદદરૂપ સાબિત થાય છે. આ પોલિસી દેશના શહેરોમાં પ્રદૂષણ ઓછું કરવું અને પર્યાવરણની સુરક્ષા સાથે ઝડપી વિકાસના વચનને દર્શાવે છે.જૂની ગાડીને સ્ક્રેપ (ભંગાર) કરતા એક સર્ટિફિકેટ મળશે. આ સર્ટિફિકેટ જેની પાસે હશે તેને નવી ગાડીની ખરીદી પર રજિસ્ટ્રેશન માટે કોઈ પૈસા આપવા પડશે નહીં. આ સાથે જ તેને રોડ ટેક્સમાં પણ કેટલીક છૂટ મળશે. બીજો લાભ એ થશે કે જૂની ગાડીની જાળવણીની કિંમત, રિપેરિંગની કિંમત, બળતણની કાર્યક્ષમતામાં બચત થશે. જ્યારે ત્રીજો લાભ જીવન સાથે જોડાયેલો છે. જૂની ગાડીઓ, જૂની ટેક્નોલોજીના કારણે રોડ અકસ્માતનો ખતરો વધારે રહેલો છે. જેમાંથી મુક્તિ મળશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

મુંબઇ પોલીસે બે હજારની નકલી નોટો સાથે 7 લોકોની કરી ધરપકડ

aasthamagazine

ભારત-પાકિસ્તાનનો મેચ ‘રાષ્ટ્રધર્મ’ વિરૂદ્ધ : રામદેવ

aasthamagazine

તમારા સીએમનો આભાર, હું જીવતો પાછો આવ્યો : પીએમ મોદી

aasthamagazine

વિપક્ષ OBC બિલ મામલે મોદી સરકારની સાથે

aasthamagazine

દિલ્હી : 3 ડિસેમ્બર સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 18/02/2022

aasthamagazine

Leave a Comment