



લાલ કિલ્લા પર 15 ઓગસ્ટે યોજાનાર કાર્યક્રમની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. આને લઈને શુક્રવારે ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યુ. જેના કારણે જૂની દિલ્લીમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો. આ ઉપરાંત સવારે 10 વાગ્યા સુધી ઘણી રસ્તાઓને દિલ્લી પોલિસે બંધ કરી દીધા. અમુક રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યુ જેથી લોકોને મુશ્કેલી ન થાય. આ વર્ષે 26 જાન્યુઆરીએ ઘણા ઉપદ્રવીઓ લાલ કિલ્લા પર પહોંચી ગયા હતા અને ત્યાં જોરદાર હિંસા કરી હતી જેના કારણે લાલ કિલ્લા પાસે કન્ટેનરોની દીવાલ બનાવી દેવામાં આવી છે.દિલ્લી પોલિસના જણાવ્યા મુજબ લાલ કિલ્લા, જામા મસ્જિદ અને દિલ્લી રેલવે સ્ટેશન સુધી જતી બસોના રૂટને બદલવામાં આવ્યા છે. સાથે જ આઠ રસ્તાઓ આજે સવારે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યા. જેમાં નેતાજી સુભાષ માર્ગ, લોથિયન રોડ, એસપી મુખર્જી માર્ગ, ચાંદની ચોક રોડ, નિષાદ રાજ માર્ગ, એસ્પ્લેનેટેડ રોડ અને તેના લિંક રોડથી નેતાજી સુભાષ માર્ગ, રિંગ રોડ રાજઘાટથી આઈએસબીટી, આઉટર રિંગ રોડ આઈએસબીટીથી આઈપી ફ્લાઈઑવરવાળો રસ્તો શામેલ છે