



વજન ઘટાડવા માટે શાકાહારી ડાયેટ ખૂબ શ્રેષ્ઠ હોય છે, કારણ કે તેમાં બહુ ઓછી કૅલોરી અને અનસૅચ્યુરેટેડ ફૅટ હોય છે. જો શાકાહારી લોકો પોતાનાં ડાયેટ પર ધ્યાન આપે, તો તેઓ ખૂબ આસાનીથી વજન ઘટાડી શકે છે. હવે આપ વિચારી ર્હાયં હશો કે યોગ્ય ડાયેટ શુ છે ? તો ચાલો અમે આપને બતાવીએ છીએ કે વેજિટેરિયન લોકોએ જ ડાયેટ માટે સપ્તાહનાં સાતેય દિવસે શું ખાવું જોઇએ ?
ડાયેટનાં પહેલા દિવસે આપે માત્ર ફળો ખાવાનાં છે, પરંતુ દ્રાક્ષ, કેળા, લીચી અને કેરી જેવા ફળો ન ખાવો. આપ પોતાની ઇચ્છા મુજબ ફળોનું પ્રમાણ નક્કી કરી શકો છો. તડબૂચ, લિંબુ, નારંગી, સઓફરજન, દાડમ, સ્ટ્રૉબેરી અને ખરબૂજો વધુ ખાશો, તો શ્રેષ્ઠ રહેશે. આપ ઇચ્છો તો દિવસમાં 20 વાર ફળો ખાઈ શકો છો, પરંતુ ડાયેટનાં પહેલા દિવસે આપે માત્ર ફળો જ ખાવાનાં છે.
ડાયેટનાં બીજા દિવસે આપે માત્ર શાકભાજીઓ ખાવાની છે. બીજા દિવસે શાકભાજીઓ ઉપરાંત બીજું કંઈ ન ખાવો. દિવસની શરુઆતમાં બાફેલા બટાકા ખાવો અને તેમાં એક ચમચી માખણ પણ નાંખી શકો છો. આપે માત્ર એક જ બટાકું ખાવું છે, તેનાંથી વધારે ન ખાવો. શાકભાજીઓને વધુ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રપદ બનાવવા માટે આપ તેમાં ચપટી ભર ઑરેગૅનો કે તુલસી સીઝનિંગ નાંખી શકો છો.
ત્રીજા દિવસે આપે પહેલા અને બીજા દિવસનાં ડાયેટનું ખાવાનું મેળવીને ખાવું છે એટલે કે આ દિવસે ફળ અને શાકભાજીઓ બંને જ ખાઈ શકો છો. બહુ બધુ પાણી પીવો. આપ કેટલાય પ્રમાણમાં ફળો અને શાકભાજીઓ ખાઈ શકો છો. ત્રીજા દિવસે બટાકા ન ખાવો, કારણ કે આપને ફળોમાંથી જ પુરતું કાર્બોહાઇડ્રેટ મળી ચુક્યું હશે.
ચોથા દિવસે આપે વજન ઘટાડવા માટે શાકાહારી ડાયેટ લેવું છે. આ પૂરા દિવસે આપ છ કેળા ખાઈ શકો છો. તેનાંથી વધારે નહીં. આ ઉપરાંત આખા દિવસમાં 4 ગ્લાસ દૂધ પી શકો છો. આપે સાંભળ્યું હશએ કે કેળા ખાવાથી વજન વધે છે, પરંતુ આ ડાયેટમાં આપનાં શરીરને કેળામાંથી પોટેશિયમ અને સોડિયમ મળશે. જ્યારે મીટાનું પ્રમાણ ઓછું થઈ જશે, તો કેળા પોતાની અસર બતાવવાની શરુઆત કરી દેશે. ભોજનમાં આપ કૂબ જ પાતળું સૂપ પી શકો છો. ધ્યાન રહે સૂપ વધારે ગાઢું ન હોવું જોઇએ. સૂપમાં શિમલા મરચા, ડુંગળી, લસણ અને ટામેટા નાંખી શકો છો. આ સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે આરોગ્યપ્રદ પણ છે. તેને આપ માત્ર દિવસમાં એક જ વાર પી શકો છો.
પાંચમા દિવસે આપને બહુ મજા આવવાની છે, કારણ કે આ દિવસે આપને ઘણુ બધુ સ્વાદિષ્ટ ખાવાનું મળશે. આ દિવસે આપ ટામેટા, સ્પ્રાઉટ્સ અને પનીર ખાઈ શકો છો. આ ઉપરાંત આપ પોતાનાં ભોજનમાં સોયા ચંક્સ પણ લઈ શકો છો. આ વસ્તુઓમાંથી આપ સૂપપણ બનાવી શકો છો અથવા તેમને કાચી પણ ખાઈ શકાય છે. પાંચમા દિવસે આપે પહેલા કરતા વધુ પાણી પીવાનું છે. આપ 6 ટામેટા સુધી ખાઈ શકો છો અને દરરોજ એક ચતુર્થાંશનાં પ્રમાણમાં પાણી વધારતા રહો. તેનાંથી આપનાં શરીરમાં મોજૂદ તમામ ઝેરી પદાર્થો નિકળી જશે અને આપનાં શરીરની સફાઈ થઈ જશે.
ડાયેટનાં છઠ્ઠા દિવસે આપ સ્પ્રાઉટ્સ, પનીર અને અન્ય શાકભાજીઓ ખાઈ શકો છો, પરંતુ આ દિવસે આપે ટામેટા નથી ખાવાનાં. આખો દિવસ આપે સૂપ અને બહુ બધુ પાણી જ પીવાનું છે. શાકભાજીઓમાંથી આપને વિટામિન અને ફાયબર મળશે.
ડાયેટનો આ દિવસ સૌથી વધુ મહત્વનો છે. આ દિવસે આપને પોતાનાં પગમાં થોડીક હળવાશ અનુભવાશે અને આપ અંદરથી ખુશ રહેશો. આ દિવસે આપ ફળોનો તાજો રસ, એક કપ બ્રાઉન રાઇસ અને અડધી રોટલી સાથે પોતાનું મનપસંદ શાક ખાઈ શકો છો. આ દિવસે પણ આપે બહુ બધુ પાણી પીવાનું છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)