Gujarat: Demand to hand over the responsibility of Congress to Prashant Kishor
Aastha Magazine
Gujarat: Demand to hand over the responsibility of Congress to Prashant Kishor
રાજકારણ

ગુજરાત : કોંગ્રેસની જવાબદારી પ્રશાંત કિશોરને સોંપવા માગણી

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસસ્થાને મંગળવારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથેની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ઝડપથીથી ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીની નિયુક્તિ થાય તે મુદ્દે ચર્ચા થઈ હોવાન દાવો ધારાસભ્ય લલિત કગથરાએ કર્યો છે. આ ઉપરાંત ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવે એવી પણ ચર્ચા થઈ હોવાનું કહેવાય છે.બીજી તરફ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પાછા ફરશે એ મુદ્દે કોઈ ચર્ચા નહોતી કરાઈ. ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ કહ્યું કે, શંકરસિંહ વાઘેલા મુદે કોઈ ચર્ચા નથી થઈ પરંતું કોઈ પણ નેતા કોંગ્રેસમા આવવા માંગતા હોય તો બધા માટે દ્વાર ખુલ્લાં છે. ધારાસભ્ય પ્રવિણ મુછડિયાએ કહ્યું કે, આ બેઠકમાં સંગઠનને મજબૂત કરવા અને આગામી દિવસોમાં પ્રજા વચ્ચે પહોંચવાના કાર્યક્રમો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસસ્થાને ધારાસભ્યો સાથેની મહત્વની બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી અને ભરતસિંહ સોલંકી, મધુસુદન મિસ્ત્રી અને અર્જુન મોઢવાડીયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ધારાસભ્યો અને નેતાઓ વચ્ચે મિટિંગમાં પ્રદેશ સંગઠન મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હતી. સાડા પાંચ વાગ્યે શરૂ થયેલી બેઠક 9.30 વાગ્યા સુધી 4 કલાક ચાલી..આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખના પદ માટે નિર્ણય તાત્કાલિક લેવાય એવો સૂર હતો. આ મુદ્દે હાઇકમાન્ડને રજુઆત કરવા માટે દિલ્હી જવાની તૈયારી પણ ધારાસભ્યોએ દર્શાવી છે. મિટિંગમાં થયેલી ચર્ચાના આ મુદ્દાઓ કોંગ્રેસના એક સિનિયર નેતા હાઇકમાન્ડ સમક્ષ મૂકે એવી સહમતિ બની છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

ખોડલધામ મંદિરમાં માંડવિયા હસ્તે ધ્વજા ચડાવાઈ

aasthamagazine

ગુજરાત : પાટીલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 17/02/2022

aasthamagazine

રૂપાણીની સ૨કા૨ને પાંચ વર્ષ પૂર્ણ થતા સુશાસન સપ્તાહ સહિતના કાર્યક્રમો આયોજિત ક૨વામાં આવેલ છે.

aasthamagazine

જય શ્રીરામ નથી બોલતા તેમના ડીએનએ પર મને શંકા : યોગી

aasthamagazine

કોંગ્રેસ સહિત 19 વિપક્ષી પાર્ટીઓ 20 સપ્ટેમ્બરથી રસ્તા પર ઉતરશે!

aasthamagazine

Leave a Comment