



રાજય સરકારના સંકલ્પ અનુસંધાને મહાપાલિકા દ્વારા જે તે ફાટક ખાતે ઓવરબ્રીજ કે અન્ડર બ્રીજ બનાવવા અંગે આયોજન કરવામાં આવી રહ્યા છે તે અનુસંધાન.ે મ્યુનિ. કમિશ્નર અમિત અરોરાએ આજે ઢેબરભાઇ રોડ પર પી.ડી.એમ. કોલેજ સામેના રેલવે ફાટક, અટિકા વિસ્તારના રેલવે ફાટક અને રાજકમલ પેટ્રોલ પંપ સામેના રેલવે ફાટરની સ્થળ મુલાકાત કરી હતી.મ્યુનિ. કમિશ્નરએ એમ જણાવ્યું હતું કે શહેરમાં હાલમાં જે જે સ્થળોએ રેલવે ફાટક કાર્યરત છે. ત્યાં ટ્રાફીકના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા માટે નવા ઓરવબ્રીજ કે અન્ડર બ્રીજ બનાવી શકાય એમ છે કે કેમ તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. હાલના તબકકે પી.ડી.એમ. કોલેજ સામેના રેલવે ફાટક ખાતે અને રાજકમલ પેટ્રોલ પમ્પ સામેના રેલવે ફાટક ખાતે કયા પ્રકારના બ્રિજનું પ્લાનીંગ સંભવ છે તેનો અભયાસ અહેવાલ તૈયાર કરવા સંબંધીત અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)