



જ્યારે પણ દેશમાં કોઈ મોટો તહેવાર આવે એટલે પાકિસ્તાન નવુ આતંકવાદી આયોજન શરૂ કરી દે છે. હવે સુરક્ષા એજન્સીઓ પાસેથી સમાચાર મળ્યા છે કે સ્વતંત્રતા દિવસના પ્રસંગે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન તરફથી સુરક્ષા પ્રતિષ્ઠાનો, અગ્રણી ચોકીઓ વગેરે પર હુમલાની યોજના બનાવવામાં આવી રહી છે. આના માટે દેશમાં હથિયાર અને દારૂગોળો પણ મોકલવામાં આવી રહ્યો છે. જો કે મામલાની ગંભીરતાને જોતા સુરક્ષા એજન્સીઓ પહેલેથી જ એલર્ટ પર હતી પરંતુ હવે સાવચેતી વધુ કડક બનાવી દેવામાં આવી છે.સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરવામાં આવેલ ખુફિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સહિત ઘણા આતંકી સંગઠન 15 ઓગસ્ટના મોટા આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા છે. આના કારણે કાશ્મીરથી લઈને દિલ્લી સુધી સુરક્ષા એજન્સીઓએ છેલ્લા અમુક સપ્તાહથી હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ખુફિયા ઈનપુટમાં સીમા પારથી હથિયાર અને દારૂગોળો મોકલવાની પણ વાત કહેવામાં આવી છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ ચાર મહત્વપૂર્ણ ખુફિયા રિપોર્ટ આવ્યા છે જેમાં લશ્કર, જૈશનો ઉલ્લેખ છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)