



આગામી સપ્તાહે રાજ્યમાં ફરી વરસાદનું આગમાન થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 17 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામશે રાજ્યમાં હાલ વરસાદ પાછો ખેંચાતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. છેલ્લાં કેટલાય દિવસોથી વરસાદ હાથતાળી આપી રહ્યો છે. જેના કારણે ખાસ કરીને ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે હવે હવામાન વિભાગની આગાહી બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી સપ્તાહે રાજ્યમાં ફરી વરસાદનું આગમાન થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 17 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામશે.17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી વરસાદની ફરી શરૂઆત થશે. જુલાઈ મહિનાના છેલ્લાં અઠવાડિયાથી વરસાદ પાછો ખેંચાયો છે. જેનાથી ખેડુતો ચિંતિત બન્યા છે. આગામી એક અઠવાડિયા પછી રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામશે અને વરસાદની ફરીથી પધરામણી થશે, એવુ હવામાન વિભાગે જણાવ્યું છે.હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, 17 ઓગસ્ટ પહેલાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડી શકે છે. રાજ્યમાં વરસાદના લાંબા વિરામ બાદ હવે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાની આગાહી કરવામાં આવી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)