ઈસરોનું EOS-03 મિશન ફેલ
Aastha Magazine
ઈસરોનું EOS-03 મિશન ફેલ
ટેકનોલોજી

ઈસરોનું EOS-03 મિશન ફેલ

ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈજેશને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેંટરથી ઈઓએસ-3 લૉન્ચ કરી દીધો છે. આને સવારે 5.43 મિનિટ પર લૉન્ચ કરવામાં આવ્યો. 18.39 મિનિટ સુધીની યાત્રા ખેડ્યા બાદ ક્રાયોજેનિક એન્જીનમાં કંઈક ટેક્નિકલ ખરાબી આવી ગઈ, જેને કારણે વૈજ્ઞાનિક આંકડા મળતા બંધ થઈ ગયા. આંકડા મળવા બંધ થયા બાદ ઈસરોના વૈજ્ઞાનિકો પર ચિંતા સ્પષ્ટ દેખાવા લાગી. જે બાદ ઈસરોના ચીફ ડૉક્ટર સિવને જાણકારી આપી કે ઈઓએસ-03 મિશન આંશિક રૂપે નિષ્ફળ થઈ ગયું અને તેનું લાઈવ પ્રસારણ બંધ કરી દેવામાં આવ્યું.જીએસએલવી-એફ10 લૉન્ચ કરાયા બાદ સેટેલાઈટને અંતરિક્ષમાં સ્થાપિત કરવાનો હતો. પરંતુ બે તબક્કા બાદ તેમાં કંઈક સમસ્યાઆવી ગઈ અને મિશન પૂરું ના થઈ શક્યું. આ મિશન સફળ થયું હોત તો ભારતને અંતરિક્ષમાં મોટી સિદ્ધિ મળી શકી હોત. આ સેટેલાઈટ અર્થ ઓબ્ઝર્વેશનનું કામ કરત, જેની મદદથી દેશ અંતરિક્ષથી ભારતીય સીમાઓ પર નજર રાખવા, હવામાનની સટીક જાણકારી હાંસલ કરવા અને પ્રાકૃતિકક આપદા પહેલાંની જાણકારી હાંસલ કરવામાં દેશને મદદ મળત. આ સેટેલાઈટ દ્વારા લાઈવ ઈમેજ મળત, જેનાથી જળીય સ્રોત, પાક અને જંગલમાં થઈ રહેલ બદલાવની લાઈવ ઈમેજ દ્વારા જાણકારી મળત.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/03/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 03/03/2022

aasthamagazine

Speed News – 15/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

દુનિયાભરમાં WhatsApp, Facebook અને Instagram ડાઉન હતા

aasthamagazine

રીલાયન્સ જિયોના કારણે ગુજરાતમાં 78 ટકા લોકો ઇન્ટરનેટનો વપરાશ કરતા થયા

aasthamagazine

રિલાયન્સ જીઓ દ્વારા પ્રીપેડ પ્લાન ની કિંમત માં 20% વધારો

aasthamagazine

Leave a Comment