



છેલ્લા 24 કલાકની અંદર 41 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા એક દિવસમાં સંક્રમણના 41,195 નવા કેસ મળ્યા છે જ્યારે કોરોના વાયરસના કારણે 490 લોકોના જીવ ગયા છે. આ પહેલા બુધવારે કોરોના વાયરસના દૈનિક કેસોની સંખ્યા 38,353 હતી. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કેસોની કુલ સંખ્યા વધીને 32,077,706 અને મૃતકોનો આંકડો 429,669 થઈ ગયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા પણ ઘટી છે જેના કારણે સક્રિય કેસ વધીને 387,987 થઈ ગયા છે. જો કે સક્રિય કેસ હજુ પણ દેશમાં કોરોના વાયરસના કુલ કેસોના માત્ર 1.21 ટકા જ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના વાયરસના સંક્રમણનો શિકાર થયેલા 31,260,050 દર્દી અત્યાર સુધી રિકવર થઈ ચૂક્યા છે. આ ઉપરાંત દેશના અલગ-અલગ રાજ્યોમાં અત્યાર સુધી કોરોના વાયરસ વેક્સીનનો કુલ 523,253,450 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.કેરળ સહિત અમુક રાજ્યોમાં કોરોના વાયરસના કેસોની ગતિ સતત વધી રહી છે. વધતા કેસોને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે કોરોના મહામારીની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે લોકોએ ફરીથી એકવાર સાવચેત થવાની જરૂર છે. હાલના દિવસોમાં પર્યટક સ્થળોએ લોકોની ભીડ જોવા મળી રહી છે જ્યાં સોશિયલ ડિસ્ટંસીંગ અને માસ્કના નિયમોની ધજિયા ઉડાડવામાં આવી રહી છે. કોરોના વાયરસના વધતા કેસોના કારણે અમુક વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે દેશમાં કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર ઓગસ્ટ મહિનાના અંત સુધી દસ્તક દઈ શકે છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)