



બળાત્કારના ગુનામાં સજા ભોગવી રહેલ આશારામ બાપુના દીકરા નારાયણ સાંઈને જેલમાં પેરોલ મળ્યા નથી. નારાયણ સાંઈ તરફથી ગુજરાત હાઈકોર્ટમાં પેરોલની અરજી કરવામાં આવી હતી જેને હાઈકોર્ટે સ્વીકારીને નારાયણ સાંઈના બે સપ્તાહના પેરોલને મંજૂરી આપી હતી. જો કે પીડિત પક્ષે આ કેસને જ્યારે સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો તો આજે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી. આ સાથે જ નારાયણ સાંઈની અરજી પણ ફગાવી દીધી.હાઈકોર્ટની એકલ પીઠે આદેશને પડકારતી ગુજરાત સરકારની અરજી પર ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ એમ આર શાહની પીઠે નારાયણ સાંઈને નોટિસ જાહેર કરી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં 2 સપ્તાહ બાદ આગળની સુનાવણી ટાળી દીધી છે. વળી, આ પહેલા 24 જૂને ગુજરાત હાઈકોર્ટની એકલ ન્યાયાધીશ પીઠે નારાયણ સાંઈએ પેરોલ આપી દીધી હતી. નારાયણ સાંઈ ગયા વર્ષે પણ જેલમાં બહાર આવી ચૂક્યો હતો. તેને ડિસેમ્બર, 2020માં હાઈકોર્ટ દ્વારા તેની માની ખરાબ તબિયતના કારણે પેરોલ આપવામાં આવી હતી પરંતુ આ વખતે પેરોલનો કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો અને ગુજરાત હાઈકોર્ટના આદેશ પર રોક લાગી ગઈ જેમાં નારાયણ સાંઈને બે સપ્તાહની રજા આપવામાં આવી હતી.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)