



આજે સવારે લોકસભાને પણ અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
લોકસભાની કાર્યવાહી સ્થગિત
લોકસભા આજે અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવામાં આવી હતી. સત્રના સમાપન સમયે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતુંબ કે લોકસભામાં અપેક્ષા અનુસાર કાર્યવાહી ચોમાસું સત્ર દરમિયાન નથી થઈ શકી. માત્ર 22% સમય ઉત્પાદક રહ્યો હતો જ્યારે બાકીનો સમય તો હોબાળાના કારણે વેડફાઇ ગયો હતો.
20 બિલ પસાર કરવામાં આવ્યા
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે 127 મો બંધારણીય સુધારો ગણતાં કુલ 20 બિલ પસાર કરવામાં આવ્યા હતા. 66 તારાંકિત પ્રશ્નોના જવબ આપવામાં આવ્યા હતા. અને સદનના નિયમ 377 આધારિત સદસ્યોએ 337 પ્રશ્નો ઉઠાવ્યા હતા. સ્પીકરની કસ્ટમરી મિટિંગમાં પ્રધાનમંત્રી મોદી, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી સહિત વિપક્ષના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)