



નાસાએ ભારતને લઈ એક ચોંકાવનારો અહેવાલ આપ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આજથી 80 વર્ષ પછી એટલે કે 2100 સુધીમાં ભારતના 12 શહેરો 3 ફૂટ પાણીમાં ડૂબી જશે. આ અહેવાલ મુજબ મેદાન વારા વિસ્તારમાં પણ ભારે વિનાશ થઈ શકે. આ બધું ગ્લોબલ વોર્મિંગને કારણે બરફના પર્વત પીગળવાના કારણે થશે.
નાસાના રિપોર્ટ અનુસાર, ભારતના ઓખા, મેરમુગાઓ, ભાવનગર, મુંબઈ, મેંગલોર, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, તુતીકોરન, કોચી, પારાદીપ અને પક્ષિમ બંગાળના કિદ્રોપુર દરિયાકાંઠાના વિસ્તારો ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે પાણીમાં ડૂબી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ભવિષ્યમાં સુરક્ષિત સ્થળોએ જવું પડશે.
નાસાએ આપેલા રિપોર્ટમાં, પશ્ચિમ બંગાળનો કિદ્રોપુર વિસ્તાર, જ્યાં ગયા વર્ષ સુધી સમુદ્રનું સ્તર વધવાનો કોઈ ખતરો ના હતો. પરંતુ આગામી 80 વર્ષ સુધીમાં અડધો ફૂટ પાણીનું પ્રમાણ વધી જશે. જેને કારણે આ વિસ્તારના લોકોને સ્થળાંતર કરવું પડશે.નાસાએ દરિયાની સપાટી માટે ‘સી લેવલ પ્રજેકશન ટૂલ’ બનાવ્યું છે. આ ટૂલની મદદથી લોકોને સમયસર દરિયાકિનારા પર આવનારી આફતમાંથી બચાવી શકાશે. આ ઓનલાઈન સાધન દ્વારા ભવિષ્યમાં આવનારી કોઈ પણ આપત્તિ વિશે માહિતી મેળવી શકાશે.નાસાનો રિપોર્ટ કહે છે કે, ‘વર્ષ 2100 સુધીમાં વિશ્વનું તાપમાન નોંધપાત્ર રીતે વધશે. લોકોને ભયંકર ગરમી સહન કરવી પડશે. જો કાર્બન અને પ્રદૂષણ અટકાવવામાં નહીં આવે તો તાપમાનમાં સરેરાશ 4.4 °C નો વધારો થશે. આગામી બે દાયકામાં તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. જો આ રીતે જ ગરમી વધતી જશે તો બરફના પર્વતો પીઘળી જશે. બરફનું પાણી થવાથી મેદાનો અને દરિયાઈ વિસ્તારોમાં વિનાશ સર્જાય શકે છે.