ધો.6 થી 8ના વર્ગો ચાલુ કરવા અંગે
Aastha Magazine
ધો.6 થી 8ના વર્ગો ચાલુ કરવા અંગે
એજ્યુકેશન

ધો.6 થી 8ના વર્ગો ચાલુ કરવા અંગે તા.15 ઓગષ્ટ બાદ નિર્ણય : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ગુજરાતમાં ધો.6 થી 8ના વર્ગો શરૂ કરવા અંગે આજે રાજયની કેબીનેટમાં ચર્ચા થઇ હતી અને હવે તા.15 ઓગષ્ટ બાદ આ વર્ગો ચાલુ કરવા અંગે નિર્ણય લેવાશે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે કેબીનેટ બેઠક બાદ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે રાજયમાં જે શાળા અને કોલેજોના વર્ગો ચાલુ થયા છે ત્યાં કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવી રહ્યુ છે અને તેથી જ સંક્રમણની કોઇ ગંભીર સ્થિતિ દેખાઇ નથી.

હવે ધો.6 થી 8ના વર્ગો ચાલુ કરવા અંગે સરકાર 15 ઓગષ્ટ બાદ નિર્ણય લેશે. હાલ જે કોરોના ગાઇડ લાઇન સરકારે અમલમાં મુકી છે તે તા.17 ઓગષ્ટના રોજ પૂરી થાય છે અને તેથી તેની સમીક્ષા સમયે જ ધો.6 થી 8ના વર્ગો ચાલુ કરવા અંગે નિર્ણય લેવાશે.

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 17/02/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/03/2022

aasthamagazine

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ત્રીજી વખત પેપર લિકની ઘટના

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 17/02/2022

aasthamagazine

રાજકોટ : આચાર્ય વનિતાબેન રાઠોડને મળ્યો ટીચર્સ એવોર્ડ, રાષ્ટ્રપતિએ કર્યું સન્માન

aasthamagazine

ઓનલાઈન શિક્ષણને લીધે 80 ટકા બાળકો ઈન્ટરનેટનો દુરુઉપયોગ કરતા થયા

aasthamagazine

Leave a Comment