



એટીએમમાં પર્યાપ્ત રોકડ નહીં રાખવી હવે બેન્કોને ભારે પડી શકે તેમ છે. ભારતીય રીઝર્વ બેન્કે જણાવ્યું છે કે જો રોકડની કમીથી ગ્રાહકને એટીએમથી ખાલી હાથ જવુ પડશે તો સંબંધીત બેન્કને આ વર્ષની પહેલી ઓકટોબરથી દંડ રૂા.10 હજારનો દંડ ભરવો પડશે.
આરબીઆઈએ એક સકર્યુલરમાં જણાવ્યું છે કે કોઈપણ બેન્કમાં એક મહિનામાં વધુમાં વધુ 10 કલાક સુધી રોકડની કમી સ્વીકાર્ય છે. એટલે બેન્કો અને વ્હાઈટ લેબલ એટીએમ (એવી કંપનીઓ જેને આરબીઆઈએ માત્ર એટીએમ ઓપરેટીંગનું લાયસન્સ આપ્યું છે) ઓપરેટર્સે પોતાનું તંત્ર મજબૂત કરવું પડશે. તેણે નિશ્ર્ચિત કરવું પડશે કે તેના અંતર્ગત આવનારા કોઈપણ એટીએમમાં આવનારા કોઈપણ એટીએમમાં રોકડની કયારેય કમી ન આવે. આરબીઆઈએ જણાવ્યું હતું કે એટીએમમાં રોકડની કમીને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવશે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)