હિમાચલ પ્રદેશ: કિન્નૌર દુર્ઘટનામાં 11ના મોત
Aastha Magazine
હિમાચલ પ્રદેશ: કિન્નૌર દુર્ઘટનામાં 11ના મોત
Other

હિમાચલ પ્રદેશ: કિન્નૌર દુર્ઘટનામાં 11ના મોત

શિમલા-કિન્નૌર રાષ્ટ્રીય ધોરીમાર્ગ -5 પર જ્યુરી રોડના નિગોસરી અને ચૌરા વચ્ચે અચાનક એક પર્વત તૂટી પડ્યો. જેના કારણે એક બસ અને કેટલાક વાહનો પર ખડકો પડ્યા હતા. અહેવાલો અનુસાર 25 થી વધુ મુસાફરો કાટમાળ નીચે ફસાયા છે. અત્યાર સુધીમાં 10 લોકોને બહાર કાવામાં આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 11 મૃતદેહો પણ કાવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને એનડીઆરએફની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. ITBP ને બચાવ કામગીરી માટે પણ બોલાવવામાં આવી છે.

કાટમાળમાં ફસાયેલી બસ હિમાચલ રોડવેઝની છે, જે મૂરંગથી હરિદ્વાર જઈ રહી હતી. એક બસ, એક ટ્રક, એક બોલેરો અને 3 ટેક્સીઓ પર ખડકો પડ્યા છે. હિમાચલ સરકારે બચાવ માટે ઉત્તરાખંડ અને હરિયાણા સરકાર પાસેથી હેલિકોપ્ટર મંગાવ્યા છે. સેનાએ તેના બે હેલિકોપ્ટર પણ મોકલ્યા છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

કચ્છના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજનું શંકાસ્પદ મોત

aasthamagazine

પાકિસ્તાનના પેશાવરમાં બ્લાસ્ટ 30 ના મોત, 50 લોકો ઇજાગ્રસ્ત

aasthamagazine

હવે પોલીસ જવાન દાઢી નહીં રાખી શકે : અલ્હાબાદ હાઈકોર્ટે

aasthamagazine

ગુજરાત : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને એલર્ટ કરાયા : સંભવિત ભારે વરસાદની આગાહી

aasthamagazine

ડિસેમ્બર માસમાં તા . 8 થી 10 ડિસેમ્બર સખત ઠંડીની શરૂઆત થઈ શકે

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 23/02/2022

aasthamagazine

Leave a Comment