



પાકિસ્તાન ના પંજાબ પ્રાંતમાં તોડી પાડવામાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરનું રિપેરિંગ કરવામાં આવ્યું છે. સોમવારે મંદિર હિન્દુ સમુદાયને સોંપવામાં આવ્યું. એક સરકારી અધિકારીએ આ માહિતી આપી. જિલ્લા પ્રશાસક ખુર્રમ શહજાદે કહ્યું કે સ્થાનિક હિન્દુઓ ટૂંક સમયમાં જ મંદિરમાં પૂજા ફરી શરૂ કરશે. 4 ઓગસ્ટના રોજ રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ વિસ્તારમાં 4 ઓગસ્ટે એક ટોળાએ ગણેશ મંદિર પર હુમલો કર્યો હતો. સ્થાનિક મદરસામાં આઠ વર્ષના હિન્દુ બાળકની ધરપકડ બાદ તેને કોર્ટ દ્વારા મુક્ત કરવાના વિરોધમાં ટોળાએ મંદિર પર હુમલો કર્યો હતો.તોડફોડ મામલામાં 50 લોકોની ધરપકડ, 150 સામે ગુનો નોંધાયો પંજાબ પ્રાંતના સૂંદરવર્તી શહેરમાં હિન્દુ મંદિર પર હુમલો કરવા બદલ 50 થી વધુ લોકોની ધરપકડ કરી છે અને 150 થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે. આ પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મંદિરની સુરક્ષામાં નિષ્ફળતા બદલ અધિકારીઓને ઠપકો આપ્યો હતો.