



કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા રસીકરણ અભ્યાનને વેગ આપવામાં આવ્યો છે. દેશના દરેક લોકોને કોરોના કવચ મળે તે માટે ગ્રામ્ય અને તાલુકા મથકે રસીકરણ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. આ બધાની સાથે રસીની બાબતમાં એક નવા ખુશીના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આ ખુશીના સમાચાર જણાવ્યા હતા. માંડવીયાએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, ‘હવે ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિન રસી ઉત્પાદનને મંજૂરી મળી ગઈ છે. અંકલેશ્વરમાં રસીના ઉત્પાદનથી રસીની ઉણપ નહિ સર્જાય અને રસીના ઉત્પાનદનમાં વધારો થશે.’ગુજરાતમાં અંકલેશ્વર ખાતે ભારત બાયોટેકની કોવેક્સિન રસીનું ઉત્પાદન કરવામાં આવશે. ભારત બાયોટેકની કોવેક્સિન રસીના ઉત્પાદન માટે ભારત સરકારે મંજૂરી આપી દીધી છે. આ વાતની સત્તાવાર જાહેરાત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)