રાજકોટ : જીએસટીના બે અધિકારીઓ લાંચ લેતાં ઝડપાયા
Aastha Magazine
રાજકોટ : જીએસટીના બે અધિકારીઓ લાંચ લેતાં ઝડપાયા
રાજકોટ

રાજકોટ : જીએસટીના બે અધિકારીઓ લાંચ લેતાં ઝડપાયા

રાજકોટ એસીબી દ્વારા ભુતખાના ચોક ખાતે આ સફર છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં 3.50 લાખની લાંચ લેતા વિક્રમ દેવરખીભાઇ કનારા અને અજય શીવશંકરભાઇ મહેતા, વચેટીયો મનસુખલાલ બચુભાઇ હીરપરાને ઉપલેટા હિન્દ મોઝેક ટાઇલ્સ, ભુતખાના ચોક, પેટ્રોલપંપની સામે,બિઝનેસ સેન્ટર થી ઝડપી લીધા હતા. ફરીયાદીની પેઢીનો માલ બે ટ્રકમાં રાજકોટથી બામણબોર જી.આઇ.ડી.સી ખાતે જતો હોય દરમ્યાન વિક્રમ દેવરખીભાઇ કનારા અને અજય શીવશંકરભાઇ મહેતાએ બંને ટ્રકોને રોકી ટ્રકો સાથે રહેલ માલના બિલ તથા ઇ-વે બિલ ખોટા હોવાનું જણાવી, જી.એસ.ટી.ની કલમ હેઠળ ડીટેઇન કરવાનું કહેતા, ફરીયાદી તથા તેના ભાગીદાર દ્વારા બિલ સાચા છે તેવી રજુઆત કરવા છતાં માલ ભરેલી બંને ટ્રકો જી.એસ.ટી.ના કાયદા મુજબ ડીટેઇન ન કરવા અને જવા દેવા બદલ બન્ને અધિકારીઓ એ મનસુખલાલ બચુભાઇ હીરપરા મારફતે ફરીયાદી તથા તેના ભાગીદાર સાથે વાતચીત કરી, રૂ. ૮,૦૦,૦૦૦/- લાંચની માંગણી કરેલ, બાદ રકજકના અંતે રૂ.૪,૦૦,૦૦૦/-ની લાંચ લેવાનું નકકી કરી, બંને ટ્રકો જવા દીધેલ અને આ લાંચના નાણાં બન્ને અધિકારી અને મનસુખલાલ બચુભાઇ હીરપરાને રૂ.૫૦,૦૦૦ આપ્યા બાદ બાકી રહેતા રૂ.૩,૫૦,૦૦૦/- ની ફરીયાદી તથા તેના ભાગીદાર પાસે સતત ઉઘરાણી કરતા, ફરીયાદી આવી રકમ આપવા માંગતા ન હોય, જેથી એ.સી.બી.માં ફરીયાદ કરતા આજરોજ એ.સી.બી. દ્વારા ગોઠવાયેલ લાંચના છટકામાં રૂ.૩,૫૦,૦૦૦ લાંચ લેતા જીએસટીના બંને અધિકારીઓ અને વચેટીયાને ઝડપી લેવામાં આવ્યા હતા

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

Speed News – 12/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

Rajkot Police CP Manoj Agrawal BREAKING NEWS – 01/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજકોટ : કમલેશ મીરાણીની આગેવાનીમાં જ ચૂંટણીઓ લડવામાં આવશે

aasthamagazine

રાજકોટ : ધાબડીયું વાતાવરણ : ઠંડો પવન ફુંકાયો

aasthamagazine

રાજકોટ સ્માર્ટ સિટી શહેર બેટમાં ફેરવાયું-જળબંબાકાર

aasthamagazine

રાજકોટ : 10 વર્ષની છોકરીએ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા

aasthamagazine

Leave a Comment