વરસાદ ખેંચાતા જળાશયોમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાશે
Aastha Magazine
વરસાદ ખેંચાતા જળાશયોમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાશે
ગુજરાત

વરસાદ ખેંચાતા જળાશયોમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાશે

ગુજરાતમાં વરસાદ ખેંચાતા હવે ખેડુતો ચિંતામાં મુકાયા છે. ખેડુતોની ચિંતાને જોતા હવે સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્યના ખેડૂતોના ઊભા પાકને બચાવવા સરકારે રાજ્યના જળાશયો-ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાનો નિર્ણય કર્યો છે.રાજ્યમાં વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં ખેડૂતોના ઊભા પાકને નૂકશાનથી બચાવવા પાણી મળી રહે તે માટે રાજ્યના જળાશયો-ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો નિર્ણય સરકારે કર્યો છે. રાજ્યના જળાશયોમાં આગામી ૩૦ સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને બાકી રહેતો પાણીનો જથ્થો ઊભા પાકને બચાવવા સિંચાઇ માટે તાત્કાલિક અસરથી છોડવામાં આવશે.૩૦ સપ્ટેમ્બર સુધીનો રાજ્યના જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખ્યા બાદ ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાશે તેનાથી સમગ્ર રાજ્યના પાંચ લાખ હેક્ટર જમીનને પાણી મળશે. સૌરાષ્ટ્ર વિસ્તારના ૧૪૧ ડેમ પૈકી ૮૮ જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી અપાતા સૌરાષ્ટ્ર વિસ્તારની ૬૦ હજાર હેકટર જમીનને તેમજ ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમનું પાણી ૧પ હજાર હેકટરને સિંચાઇ માટે મળશે.
મધ્ય ગુજરાતના કડાણા ડેમમાથી મહિ કમાન્ડને ૬ હજાર કયુસેકસ પાણી સિંચાઇ માટે પૂરૂં પાડવામાં આવશે. આ ઉપરાંત પાનમ સહિતના ૧૧ જળાશયોમાંથી ર લાખ ૧૦ હજાર હેકટરને સિંચાઇ માટે પાણી અપાશે. દક્ષિણ ગુજરાત વિસ્તારના ૬ જળાશયોમાંથી આપવામાં આવનારા પાણીથી આ વિસ્તારની ૧ લાખ ૯૦ હજાર હેકટર જમીનને સિંચાઇનો લાભ મળશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા

aasthamagazine

સેલ્ફડિફેન્સ ની જાગૃતત્તા લાવવામાટે સેંનસઈ રોબીન કાસુન્દ્રા – 25/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

ગુજરાતમાં 2 વર્ષમાં મહિલાઓ પરના હુમલામાં ત્રણ ગણો વધારો

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/02/2022

aasthamagazine

ગુજરાત: શાળાઓમાં કોરોના 15 દિવસમાં 122 વિદ્યાર્થી સંક્રમિત

aasthamagazine

રાજ્યના 50 ટકાથી વધુ ડેમ ખાલી : 31 જિલ્લાઓમાં “અપૂરતો” વરસાદ

aasthamagazine

Leave a Comment