



કેન્દ્ર સરકારે આજે લોકસભામાં ઓબીસી અનામત સંબંધિત મહત્વનું બિલ રજૂ કર્યું હતું. આ બિલ પસાર થયા બાદ હવે રાજ્યોને પોતાની ઓબીસી યાદી બનાવવાનો અધિકાર મળશે.સંસદનું ચોમાસુ સત્ર હવે સમાપ્ત થવાને આરે છે, પરંતુ તેની શરૂઆતથી જ ગૃહની કાર્યવાહીમાં દરરોજ હંગામો મચાવીને કોઈપણ ભોગે સંસદને ન ચાલવા દેવાના વિપક્ષના વર્તનમાં આજે અચાનક ચમત્કારિક ફેરફાર જોવા મળ્યો અને કેમ ન હોય આખરે વાત જ એવી છે જેમાં દરેક પક્ષ હાથ નીચા કરી દે. આજે સંસદમાં જ્યારે OBC બિલ રજૂ કરવામાં આવ્યું તો વિપક્ષના તમામ પક્ષો પણ ઓબીસી અનામત બિલ પર સરકારના સૂરમાં સૂર પૂરાવવા લાગ્ય હતા. જો કે, વિપક્ષના આ પગલાની પહેલાથી જ આશા હતી કારણ કે વિપક્ષ ઇચ્છતો નહોતો કે આ બિલ તેના હંગામાને કારણે રજૂ ન થાય. કારણ આ બિલની સીધી અસર વોટબેંક પર પડી શકે છે. હવે આ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ બિલ રજૂ થયા બાદ કહ્યું કે ગૃહનો એક જવાબદાર પક્ષ હોવાને કારણે અમે અમારી જવાબદારી જાણીએ છીએ. આ માટે તમામ વિપક્ષી પાર્ટીઓએ નક્કી કર્યું છે કે અમે અનામત સંબંધિત 127 મા બંધારણીય સુધારા બિલને ટેકો આપીએ છીએ. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આ બહુમતીના બાહુબલી છે, તેમણે અમારી વાત સાંભળી નહીં. અમે સરકારને રાજ્યોના અધિકારોનું ઉલ્લંઘન ન કરવા ચેતવણી આપી હતી. આજે ભારતમાં સરકાર આંદોલન અને પછાત વર્ગના ગુસ્સાના ભયમાં સરકાર સમય પસાર કરી રહી છે કેન્દ્ર સરકારે આજે લોકસભામાં ઓબીસી અનામત સંબંધિત મહત્વનું બિલ રજૂ કર્યું હતું. આ બિલ પસાર થયા બાદ હવે રાજ્યોને પોતાની ઓબીસી યાદી બનાવવાનો અધિકાર મળશે. 127 મા બંધારણીય સુધારા બિલ દ્વારા રાજ્યોને તેમના અનુસાર ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર હશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)