



કાલાવડ રોડ પર આવેલા એમેરાલ્ડ ક્લબ ખાતે સ્વિમિંગ પૂલમાં ન્હાવા ગયેલા 13 વર્ષના છોકરાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. વિઠલાણી પરિવારના એકના એક પુત્રનું આકસ્મિક મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે સ્વિમિંગ પૂલની મજા માણવા માટે વિઠલાણી પરિવાર દેવડા ગામે આવેલા એમેરાલ્ડ ક્લબ ગયો હતો. જ્યાં તેઓ સ્વિમિંગ પૂલમા ન્હાવા માટે ગયા હતા. જેમાં તેમનો 13 વર્ષનો પુત્ર મૌર્ય પણ ટ્યુબની મદદથી સ્વિમિંગ પુલમાં ન્હાવા પહોંચ્યો હતો. પરંતુ, કોઈ કારણસર આ છોકરો સ્વિમિંગ પૂલના પાણીમાં ડૂબી ગયો હતો. જેની જાણ થતાં પરિવારજનો આ છોકરાને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)