વરસાદ ખેંચાતા એક સપ્તાહમાં મહત્તમ તાપમાન
Aastha Magazine
વરસાદ ખેંચાતા એક સપ્તાહમાં મહત્તમ તાપમાન
ગુજરાત

ગુજરાત : વરસાદ ખેંચાતા મહત્તમ તાપમાન 5 ડિગ્રી સુધી વધ્યું

ગુજરાતમાં ચોમાસાના બે રાઉન્ડ પુરા થયાં છતાં હજી 42 ટકા વરસાદની ઘટ વર્તાઈ છે. વરસાદ ખેંચાવાના લીધે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની કોઈ શક્યતાઓ નથી. વરસાદ ખેંચાવાને કારણે રાજ્યમાં મહત્તમ તાપમાન પણ 5 ડિગ્રી સુધી વધી ગયું છે. ગરમી વધવાથી લોકો હેરાન થઈ રહ્યાં છે. બીજી તરફ રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદ છે તો કેટલાક ભાગોમાં વરસાદની ભારે અછત છે. ચાલુ વર્ષે ચોમાસાના સાનુકૂળ સંજોગો હોવા છતાં બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થવા છતાં પણ રાજસ્થાન તરફ ફંટાઈ જતા ગુજરાતમાં વરસાદની અછત થઈ છે.

વરસાદ અંગે જોતા ઓગસ્ટ માસમાં તા.18 ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં એક વરસાદી વહન સક્રિય થવાની શક્યતા છે. જે ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે. તા.18 થી 24 સુધી ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર જિલ્લામાં થયો છે. છોટા ઉદેપુરમા 69 મિમિ, જેતપુર પાવીમાં 67 મિમિ, બોડેલીમાં 29 અને સંખેડામાં 8 મિમિ વરસાદ નોંધાયો છે.

Related posts

8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ રાત્રે 11 થી 5

aasthamagazine

શિયાળાનુ આગમન શરૂ થઈ ગયુ છે

aasthamagazine

ઉ. ગુજરાતમાં હાંજા ગગડાવતી 9.7 ડિગ્રી ઠંડી આબુમાં માઈનસ 2 ડિગ્રી

aasthamagazine

ગુજરાત બોર્ડર પર આરોગ્ય અને પોલીસની ટીમો તૈનાત

aasthamagazine

ગુજરાત : બેરોજગાર લોકોની આત્મહત્યામાં દેશમાં ચોથા ક્રમે

aasthamagazine

અમદાવાદ અને સુરત-રાજકોટ થી પાંચ નવી હવાઇ સેવાઓ શરૂ કરાશે

aasthamagazine

Leave a Comment