



ટોકિયો ઓલિમ્પિક પૂર્ણ થતા પદકવીરો દેશમાં પરત ફર્યા છે. ભારતનું નામ રોશન કરનારા ખેલડીઓ આજે દેશમાં પરત ફરતા દિલ્હી ઍરપોર્ટની બહાર તેમનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ નીરજ ચોપરા, દીપક પુનિયા, બજરંગ પુનિયા, લવલીના બોરગેહેન, રવિ દહિયા અને હોકી ટીમના ખેલાડીઓનું બેન્ડ-બાજા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. દિલ્હીની અશોકા હૉટેલમાં સાંજે સાડા છ વાગ્યે તમામ પદકવીરો અને અન્ય ખેલાડીઓનું સન્માન થવાનું છે. નોંધનીય છે આ વર્ષે ભારતે ઓલિમ્પિકમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. પહેલીવાર ભારતના ખાતામાં સાત મેડલ આવ્યા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)