સાંસદનો યુવતિ સાથે ફોટો વાયરલ
Aastha Magazine
સાંસદનો યુવતિ સાથે ફોટો વાયરલ : પરબત પટેલે કહ્યું આ મારો ફોટો નથી
રાજકારણ

સાંસદનો યુવતિ સાથે ફોટો વાયરલ :પરબત પટેલે કહ્યું આ મારો ફોટો નથી

બનાસકાંઠામાં ગત એક અઠવાડિયાથી સાંસદ પરબત પટેલના એક યુવતિની સાથે ફોટો વાયરલ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. જ્યારે શનિવારે ડીસામાં એલિવેટેડ બ્રિજના ઉદઘટાનના અવસર પર વાયરલ થઇ રહેલા ફોટાના મામલે સાંસદ પરબત પટેલે ખુલાસો કર્યો છે કે કથિત ફોટો તેમનો નથી પરંતુ એડિટ કર્યો છે અને રૂપિયા પડાવવાનું કાવતરું રચ્યું છે. તેમણે કહ્યું કે તેમણે તેમની લાઇફમાં ક્યારેય ખરાબ કૃત્યું કર્યું નથી.આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મઘા પટેલે થોડા દિવસો પહેલાં ભાજપના નેતાઓના અશ્લિલ વીડિયો 15 ઓગસ્ટના રોજ સાર્વજનિક કરવાની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા કર્યા બાદ હડકંપ મચી ગયો છે. આ સાથે જ આપના નેતાઓએ ભાજપના નેતાના એક નેતાને એક ફોટો પણ ફેસબુક પેજ પર મુક્યો છે.મઘા પટેલે પોતાના ફેસબુક પર પોસ્ટ કરી લખ્યું છે કે નેતાજીના સેક્સી વીડિયો 4.6 મિનિટનો છે. તેમાંથી 1 મિનિટનું કટિંગ વીડિયો 15 ઓગસ્ટના દિવસે 12:39 વાગે સોશિયલ મીડિયા દ્વારા વાયરલ કરવામાં આવશે. નેતાજી પાલનપુરના સર્કિટ હાઉસમાં રંગરેલિયા મનાવતાં પકડાઇ ગયા આ અંગે પરબત પટેલે સ્પષ્ટતા કરતા સાંસદ પટેલે જણાવ્યું કે, મીડિયાના માધ્યમથી મે જોયું કે, 15 ઓગષ્ટે મઘાભાઇ મારો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રહ્યા છે. પરંતુ આ અંગે મને કોઇ જાણ નથી. મે મારા જીવનમાં ક્યારે પણ કોઇ ખરાબ કૃત્ય કર્યું નથી. કદાર મારી તસ્વીર એડિટ કરીને કંઇ કર્યું હોય તો મને ખબર નથી. બાકી હું એટલું કહી શકું કે મીડિયાના માધ્યમથી મારુ નામ આપ્યું એટલે હું કહુ છું. બાકી મારે પણ જોવું પડશે કે શું છે. આ ફોટો ખોટી રીતે એડિટ કરીને મને બદનામ કરી પૈસા પડાવવાનું કાવતરૂ છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

રાજકોટ : મંત્રી મનસુખ માંડવિયાની જનયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સની ઐસી કિ તૈસી

aasthamagazine

ચૂંટણીને લઇ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.

aasthamagazine

ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદની શપથ લીધી

aasthamagazine

ભાજપ : રાષ્ટ્રીય કારોબારી જાહેર : વિજય રૂપાણી-નીતિન પટેલનો સમાવેશ

aasthamagazine

ગુજરાતના નવા CMની રેસમા કોણ ?

aasthamagazine

Speed News – 05/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment