



ગુજરાત રાજ્યના 6 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. કેન્દ્રમાં વર્ષ 2005ની બેચના 49 IAS અધિકારીઓની જોઈન્ટ સેક્રેટરી તથા તેના સમકક્ષ હોદ્દા માટે નિમણૂક કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ફરજ બજાવતા 6 IAS અધિકારીઓનો સમાવેશ થાય છે. જેમાં બંછાનીધિ પાની, શાલિની અગ્રવાલ, હર્ષદકુમાર પટેલ, પી ભારતી, રણજીતકુમાર અને કે. કે. નિરાલાની કેન્દ્રમાં નિમણૂક થઇ છે.
બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર, સુરત
હર્ષદકુમાર પટેલ, એમ.ડી, ટ્રાન્સપોર્ટ વિભાગ
શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર, વડોદરા
પી ભારતી, કમિશનર, લેબર વિભાગ
રણજિત કુમાર, કમિશનર, MSME વિભાગ
કે. કે. નિરાલા, એડિશનલ સેક્રેટરી, ગૃહ વિભાગ
આ વર્ષે જ IAS અધિકારીઓની બદલી અને બઢતી કરાઇ હતી
નોંધનીય બાબત છે કે, 9 જૂન, 2021ના રોજ 26 અધિકારીઓની બદલી અને બઢતી કરાઇ હતી. જે બાદ 19 જૂનના રોજ વધુ 77 અધિકારીઓની બદલી અને બઢતી કરાઇ હતી. રાજ્ય સરકાર દ્વારા કુલ 77 IAS અધિકારીઓની બદલી કરવાના સત્તાવાર આદેશો આપ્યા હતા.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)