હજુ સારા ભારે વરસાદ માટે રાહ જોવી પડે તેમ છે
Aastha Magazine
હજુ સારા ભારે વરસાદ માટે રાહ જોવી પડે તેમ છે
ગુજરાત

હજુ સારા ભારે વરસાદ માટે રાહ જોવી પડે તેમ છે

નૈઋત્ય ચોમાસાનાં વરસાદનાં નવા રાઉન્ડની પ્રતિક્ષા કરી રહેલા લોકોએ હજુ સારા ભારે વરસાદ માટે રાહ જોવી પડે તેમ છે.હજુ એક સપ્તાહ સૌરાષ્ટ્ર ગુજરાતમાં કોઈ ભારે વરસાદની શકયતા ન હોવાની નથી સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં છેલ્લા દસ દિવસથી સાર્વત્રીક કે મોટો વરસાદ થયો નથી.હજુ 14 મી ઓગસ્ટ સુધી સારા વરસાદના એંધાણ નથી. અત્યારની સિસ્ટમો પર નજર કરવામાં આવે તો ઉતરીય મધ્યપ્રદેશ પર લો-પ્રેસર સીસ્ટમ હતી તેના પ્રભાવ હેઠળ ઊતર પશ્ર્ચિમી મધ્યપ્રદેશ તથા પૂર્વીય રાજસ્થાનમા છેલ્લા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડયો હતો.આ લો-પ્રેસર સીસ્ટમ પુર્વે મધ્યપ્રદેશ તથા તેને લાગુ ઉતરપ્રદેશ આસપાસનાં વિસ્તારમાં છે અને તેને સંલગ્ન અપરએર સાયકલોલેશન સરકર્યુલેશન 4.5 કિલોમીટરના લેવલે છે.હિમાલયન ક્ષેત્ર તથા પૂર્વોતર રાજયોમાં ચોમાસું સક્રિય રહેશે જયારે દેશના બાકીના ભાગોમાં ચોમાસું નિશ્ર્ક્રિય થઈ જવાની શકયતા છે. 7 થી 14 ઓગસ્ટના સમયગાળા માટે સૌરાષ્ટ્ર-ગુજરાત સબંધી આગાહી કરતા તેઓએ જણાવ્યું હતું કે આ સમયમાં રાજયમાં ભારે વરસાદની શકયતા નહિંવત છે.કયારેક અમુક ભાગોમાં છુટાછવાયા ઝાપટા કે હળવો વરસાદ થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં દરીયાઈ કાંઠાના ભાગો તથા દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા કે હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે. આ દરમ્યાન છુટાછવાયા વાદળો રહેશે.

Related posts

રોજગારવાન્છું માટે અનુબંધમ પોર્ટલ : શ્રમ અને રોજગાર વિભાગ

aasthamagazine

રાજ્યમાં હજુ કોલ્ડવેવની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ

aasthamagazine

સાસણ : સિંહ દર્શન સફારી પાર્ક ઓનલાઇન વેબ સાઇટ પર પરમીટ ફુલ

aasthamagazine

નવરાત્રી : 12 વાગ્યા પછી કર્ફ્યુ

aasthamagazine

ગુજરાત : કોરોનાથી મૃત્યુ પામેલાને સહાય મળશે

aasthamagazine

કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન થી બચવાના ઉપાય

aasthamagazine

Leave a Comment