



કચ્છની ખારેકનો મુદો પણ ચમકયો હતો અને કચ્છમાં મીઠી ખારેકનો અર્થ નેતાઓના આડા સંબંધો થાય છે અને ભાજપના અનેક નેતાઓ આ મીઠી ખારેકનો સ્વાદ ચાખી ચુકયા છે અને હાલમાં જ કચ્છ ભાજપના મહામંત્રીને પણ આવા જ મુદે રાજીનામુ આપવું પડયું હતું. અગાઉ નલિયા કાંડ સર્જાયો હતો. જયંતિ ભાનુશાળીની હત્યા સુધીની વાત પહોંચી હતી તો હાલમાં મુન્ના કાંડ થયો છે અને તેની ચર્ચા છે તે અંગે હવે કચ્છ ભાજપમાં એક પત્ર વાયરલ થયો છે જેમાં કચ્છમાં ‘દિલીપો’નું રાજ ચાલે છે અને મુખ્યમંત્રીનું નામ વટાવીને દિલીપ ત્રિવેદી ખોટા નિર્ણય લે છે અને ચૂંટણીમાં ન ચૂંટાય શકે તેવાને ટીકીટ અપાવે છે તો હવે બીજા એક દિલીપ પણ ચમકયા છે જેનું નામ દિલીપ દેશમુખ ગણાવાય છે અને તેઓ સી.આર.પાટીલનું નામ વટાવે છે તથા પ્રદેશ મહામંત્રી બનેલા સાંસદ વિનોદ ચાવડાનો પણ નામનો ઉલ્લેખ છે. ઉપરાંત મુન્નાને પ્રદેશના કેટલાક ટોચના નવા નેતાઓનો ટેકો હોવાનો તથા મહામંત્રી કક્ષાના નેતા આર્થિક ફાયદો ઉઠાવતા હોવાનું પણ જણાવાયું છે અને આ પત્ર ભુપેન્દ્ર યાદવ, સી.આર.પાટીલ, વિજય રૂપાણી, નીતીન પટેલ તથા નવા સંગઠન મહામંત્રી રત્નાકરને પાઠવાયો હોવાનું ચર્ચામાં છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)