



રાજ કુદ્રાને બોમ્બે હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. પોર્ન ફિલ્મ કેસમાં બૉમ્બે હાઈકોર્ટે બિઝનેસમેન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા અને રેયાન થોર્પની એ અરજીઓ રદ્દ કરી છે જેમા તેમણે તત્કાલ જેલમાંથી બહાર આવવની માંગ કરી હતી.રાજ કુન્દ્રાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે પોલીસે તેમને સીઆરપીસીની ધારા 41Aના હેઠળ તેમને નોટિસ રજુ કરવાની અનિવાર્ય જોગવાઈનુ પાલન નથી કર્યુ. કુંદ્રાએ અરજીમાં તત્કાલ મુક્ત કરવાનો અને ધરપકડ બાદ મેજિસ્ટ્રેટ દ્વારા તેમને પોલીસ ધરપકડ હેઠળ મોકલવાના આદેશને રદ્દ જ કરવાનો અનુરોધ કર્યો.રાજ કુંદ્રાની ક્રાઈમ બ્રાન્ચે 19 જુલાઈએ ધરપકડ કરી હતી, જ્યારે તેમના આઈટી ચીફ તરીકે કામ કરતા રેયાન થોર્પની 20 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. બંને ન્યાયિક કસ્ટડીમાં છે.શેર્લિન ચોપડાએ લગાવ્યો ગંભીર આરોપરાજ કુન્દ્રાની ધરપકડ પહેલા અભિનેત્રી શર્લિન ચોપરાએ એપ્રિલમાં તેમના પર સેક્સુઅલ હેરેસમેંટને લઈને FIR નોંધાવી હતી.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)