



લાલબાગચા રાજાના આગમન વિના મુંબઈમાં ગણેશોત્સવ અધૂરો લાગે છે. ગયા વર્ષે કોરોનાના કહેર વચ્ચે લાલબાગચા રાજાની સ્થાપના કરવામાં આવી નહોતી, પરંતુ આ વર્ષે સરકારી માર્ગદશિકાને અનુસાર ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે એવું સાર્વજનિક મંડળે જણાવ્યું હતું. એટલે કે આ વખતે ગણપતિ બાપ્પાની મૂર્તિની ઊંચાઇ સાડા ચાર ફૂટની રહેશે અને મંડપમાં કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવશે. લાલબાગના પરિસરમાં ભીડ ન થાય તે હેતુથી ભાવિકો માટે ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)