



મુંબઈ-અમદાવાદ વચ્ચે પ્રીમિયમ ગણાતી તેજસ એક્સપ્રેસ ફરી દોડાવવામાં આવશે. મહારાષ્ટ્ર-ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારાને કારણે એપ્રિલ મહિનાથી મુંબઈ-અમદાવાદ વચ્ચેની લોકપ્રિય ‘તેજસ એક્સપ્રેસ’ને બંધ કરવામાં આવી હતી, જે સાતમી ઑગસ્ટથી અઠવાડિયામાં ચાર દિવસ દોડાવવામાં આવશે. મુંબઈ સેન્ટ્રલથી દર શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે બપોરના 3.45 વાગ્યે અમદાવાદ માટે રવાના થશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)