વરસાદની ખેંચના કારણે કપાસનું વાવેતર
Aastha Magazine
વરસાદની ખેંચના કારણે કપાસનું વાવેતર
માર્કેટ પ્લસ

વરસાદની ખેંચના કારણે કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના

જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણસર વરસાદ વરસ્યો હતો, પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ થયો નથી. ઓગસ્ટ મહિનાનું પહેલું સપ્તાહ પણ પૂરું થવામાં છે ત્યારે ગુજરાતના મોટાભાગના જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં વરસાદની ખેંચના કારણે જળસંકટ ઘેરું બને તેવા સંજોગો સર્જાઈ રહ્યા છે. બીજી તરફ, ખેડૂતોની હાલત કફોડી બની છે. શરૂઆતના તબક્કામાં વરસાદના પગલે લખો હેક્ટરમાં વાવણી થઇ ગઈ છે પણ હવે વરસાદ નહીં વરસતાં ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે.જુલાઈમાં ત્રણ વરસાદ સારા થયા પછી વરસાદની ખેંચ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ 35.84 ટકા જ વરસાદ નોંધાયો છે. લાખાણી અને થરાદ આ બંને તાલુકા એવા છે જ્યાં બે ઇંચ કરતા પણ ઓછો વરસાદ થયો છે છતાં કિસાનોએ આશા સાથે વાવણી કરી છે.સૌરાષ્ટ્રમાં કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે. આ વખતે પણ ખુબ સારું વાવેતર થયું છે પણ વરસાદની ખેંચના કારણે કપાસમાં ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે અને કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

ગુજરાત સરકાર અને એમેઝોન વચ્ચે MOU

aasthamagazine

સીંગતેલમાં 3 દિવસમાં રૂપિયા 15 નો વધારો થયો

aasthamagazine

દર ગુરુવારે પેટ્રોલ પંપ માલિકો પેટ્રોલ-ડીઝલનો જથ્થો નહિ ઉપાડે

aasthamagazine

વરસાદના કારણે આગોતરા વાવેતરને મોટુ નુકસાન

aasthamagazine

પેટ્રોલ, ડીઝલ વઘુ મોંઘા : સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારી માર

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/03/2022

aasthamagazine

Leave a Comment