રાજકોટ : રિંગ રોડનું 8 ઓગસ્ટે CM રૂપાણી કરશે ઈ-લોકાર્પણ
Aastha Magazine
રાજકોટ : રિંગ રોડનું 8 ઓગસ્ટે CM રૂપાણી કરશે ઈ-લોકાર્પણ
રાજકોટ

રાજકોટ : રિંગ રોડનું 8 ઓગસ્ટે CM રૂપાણી કરશે ઈ-લોકાર્પણ

8 ઓગસ્ટના રોજ રૂ.17.57 કરોડના ખર્ચે બનેલા રૂડા વિસ્તારના રિંગરોડનું CM વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાશે. જેમાં પાળ ચોકડીથી ગોંડલ હાઇવે સુધીનાં રસ્તા તથા બ્રિજનાં કામોનું લોકાર્પણ થશે. આ રિંગ રોડ બનવાથી કાલાવડ રોડથી ગોંડલ રોડ ઉપર સરળતાથી પહોંચી શકાશે અને 150 ફૂટ રિંગ રોડ કે ગોંડલ ચોકડી જવાની જરૂરત રહેશે નહીં.રૂડા રિંગરોડ-2, ફેઝ-2માં પાળ ચોકડીથી ગોંડલ હાઇવે સુધીનાં 6.2 કિ.મી. રસ્તાની કામગીરી રકમ રૂ.8.11 કરોડનાં ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. તેમજ રસ્તાની પથરેખામાં ચે.8275 પર આવેલ બ્રિજની કામગીરી રકમ રૂ.7.64 કરોડ તથા ચે.100 પર આવેલ બ્રિજની કામગીરી રકમ રૂ.1.82 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. આમ, રૂડા રિંગ રોડ-2, ફેઝ-2ની 2 બ્રિજ સાથેની કામગીરી કુલ રકમ રૂ.17.57 કરોડનાં ખર્ચે CM વિજય રૂપાણીનાં વરદ્ હસ્તે તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં ઈ-લોકાર્પણ કરવામાં આવનાર છે.રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રિંગ રોડ-2, ફેઝ-2, કાલાવડ હાઇવેથી ગોંડલ હાઇવે સુધીનાં 3 મેજર બ્રિજ સાથે 11.20 કિ.મી.નાં 1-માર્ગીય રસ્તાની કામગીરી રકમ રૂ.25.82 કરોડનાં ખર્ચે પૂર્ણ કરી છે. ઉલ્લેખનીય છે કે, ટ્રાફિકની અગ્રીમતાને ધ્યાને લઇ રિંગ રોડ-2,ફેઝ-2ની કુલ 11.20 કિ.મી લંબાઇ પૈકી પ્રથમ 5 કિ.મી.નો રસ્તો રકમ રૂ.5.68 કરોડનાં ખર્ચે કામગીરી પૂર્ણ થઇ છે.ગોંડલ, કાલાવડ, જામનગર તથા મોરબી માટે બાયપાસ રસ્તા તરીકે ઉપયોગી થઇ શકશે તેમજ શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ તથા મેટોડા જી.આઇ.ડી.સી. વિકસીત એરીયાને કનેક્ટીવિટી મળી રહેશે અને રાજકોટ શહેરમાં વધતા જતા ટ્રાફિક ભારણને મહદ્ અંશે ઘટાડી શકાશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ્યારે ગોંડલ ચોકડી પર બ્રિજનું કામ શરૂ થઇ છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

આસ્થા મેગેઝીન ન્યુઝ ના કાર્યાલયે આત્મીય યુની. ના વડા પ.પૂ.ત્યાગ વલ્લભ સ્વામીએ પધરામણી કરી

aasthamagazine

રાજકોટની સુધા ધામેલીયા મહિલા યુવાનોને ડ્રગ્સના નશાની લતે ચઢાવે છે

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/03/2022

aasthamagazine

રાજકોટ : મહાત્મા ગાંધી સ્કુલના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 14/02/2022

aasthamagazine

રાજકોટ : ડેન્ગ્યુના, મેલેરિયાના 24 વધુ કેસ નોંધાયા

aasthamagazine

Leave a Comment