



રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આજે મોનીટરી પોલિસીની જાહેરાત કરવામાં આવી છે અને વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ સતત સાતમી બેઠકમાં યથાવત રાખવામાં આવ્યા છે અને તેનાથી લોન ઈ એમ આઈ પર ગ્રાહકોને કોઇ રાહત મળશે નહીં.રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા આજે નીતિની જાહેરાત કરવામાં આવી હતી અને રેપો રેટ અને ચાર ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત્ રાખવામાં આવ્યા છે.નીતિમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાછલા નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિદર ૬.૧ ટકા રહેવાનું અનુમાન છે. જ્યારે નાણાકીય વર્ષ 2022 માટે જીડીપી વૃદ્ધિદર નું અનુમાન 9.5 ટકા નિર્ધાર કરવામાં આવ્યું છે. કૃષિ માં વૃદ્ધિ અને ઘરેલું માંગમાં તેજી લાવવા માટે અમે લોકો સતત પ્રયાસ અને ઉપાયો કરી રહ્યા છીએ.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)