



રામ મંદિરના ભૂમી પૂજનની પ્રથમ વર્ષગાંઠે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા ખાતે પહોંચી રામ મંદિરમાં આયોજીત વિશેષ અનુષ્ઠાનમાં સામેલ થઈ પૂજા-અર્ચના કરી હતી અને સાધુ-સંતો સાથે મુલાકાત કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે અયોધ્યામાં રામ મંદિરના ભૂમી પૂજનની પ્રથમ વર્ષગાંઠે મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે રામ મંદિરની મુલાકાત લીધી હતી.આ તકે આયોજીત વિશેષ અનુષ્ઠાનમાં સામેલ થઈ રામલલ્લાની પૂજા-અર્ચનામાં ભાગ લીધો હતો. આ સિવાય પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનાં 400 લાભાર્થીઓને અન્ન વિતરણ યોગીના હસ્તે કરાયું હ્તું.અત્રે વાસુદેવ ઘાટ સ્થિત સરકારી રાશનની દુકાન પરથી 100 લાભાર્થીઓને અન્ન વિતરણ કરાયું હતું.
અયોધ્યાની મુલાકાત દરમ્યાન યોગીએ નયા ઘાટ સ્થિત યોગી નિવાસમાં રામનગરીનાં સંત-ધર્માચાર્યો સાથે મુલાકાત કરી હતી.