



ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દવાની સાથે વિદેશી દારૂનું વેચાણ થતો હોવાનો પર્દાફાશ થયો છે. સેકટર-7 ડી સ્ટાફે કમ્પાઉન્ડ રેઇડ પાડી કારમાં દારૂ વેચતા બે શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધ્યો છે. ગાંધીનગર સેકટર-7 પોલીસ મથકના પી.આઇ. સચિન પવાર અને હેડ ફકોન્સ. સુરપાલસિંહ વગેરે સ્ટાફે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ચોકકસ બાતમી આધારે નવી બિલ્ડીંગ કોરોના વોર્ડ પાસે પાર્કિંગમાં કારમાં દારૂ રાખી વિદેશી દારૂ વેચતા આકાશ બુધા ઠકકર રે. ન્યુ ચાંદખેડા, નિજાત્મા ભુપેન્દ્રભાઇ શાહ રે. વાવોલને વિદેશી દારૂ બોટલ 59 નંગ બોટલ, મોબાઇલ અને કાર મળી કુલ રૂા. પ,3પ,460નાં મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધેલ છે.