



રાજ્યભરમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા શરૂ થઈ રહી છે. રાજ્યભરમાં 117316 વિદ્યાર્થીઓ અને અમદાવાદના 15491 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. કોરોના વચ્ચે આ પરીક્ષા યોજાતી હોવાથી તમામ મથકોના સંચાલકો અને સુપરવાઈઝરની બેઠક યોજાઇ હતી. જેમાં પરીક્ષાના આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.પરીક્ષા માટે નીમવામાં આવેલી કોવિડ કોર્ડિનેટર દ્વારા કેન્દ્રોની મુલાકાત લઈને સીસીટીવી કેમેરા, બેઠક વ્યવસ્થા સહિતની તમામ બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. આ વર્ષે વર્ગખંડમાં 20 પરીક્ષાર્થીઓને જ બેસાડવામાં આવશે. પરીક્ષાર્થી બિલ્ડિંગમાં પ્રવેશે ત્યારે થર્મલ ગનથી તેનું ટેમ્પરેચર માપવામાં આવશે અને ત્યારબાદ જ પ્રવેશ આપવામાં આવશે.