



રાજ્યમાં કોરોનાના માત્ર 24 કેસ નોંધાયા છે. જ્યારે 31 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ કુલ 206 એક્ટિવ કેસ છે, જ્યારે 06 દર્દી વેન્ટિલેટર પર છે. અને 200 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,696 લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે આજે પણ કોરોનાનાં કારણે એક પણ દર્દીનું મોત થયું નથી, તેથી કુલ મૃત્યુંઆંક 10076 પર સ્થિર છે. રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા છે.
રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 5, તાપીમાં બે, અમદાવાદમાં એક, બનાસકાંઠામાં એક, ભરૂચમાં એક, ભાવનગરમાં એક, દાહોદમાં એક, જૂનાગઢમાં એક, વડોદરામાં એક, વલસાડમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે.
રાજ્યનાં કેટલા જિલ્લાઓ એવા પણ છે જ્યાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, જેમાં અમરેલી, ગીર સોમનાથ, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, પોરબંદર, પાટણ, જામનગર,જૂનાગઢ કોર્પોરેશન, નવસારી, સુરત, સુરેન્દ્રનગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડનો સમાવેશ થાય છે.